Feedback or Problem ?
Click here to write us


Visitor Counter
Visitors


મુખ્ય પૃષ્ઠ                        શ્રી લોહાણા મહાજન માંડવી (કચ્છ) રામ ભગવાનના વંશજ લોહાણા આપણે સહુ એક હતા, એક છીએ અને સદાય એક રહીશું. એ માટે હવે વેબસાઈટ પર મળતા રહીશું. માંડવી લોહાણા મહાજન અને એના સેવાકાર્યો થી આપણે સૌ સુવિઘિત થઈએ એ માટે આજના આઘુનિક યુગનો લાભ લઈ ઈન્ટરનેટ પર શ્રી માંડવી લોહાણા મહાજન આપનું હાર્દિક સ્વાગત કરે છે.

આવકારતા રઘુવંશીઓને આનંદ અનેરો થાય. માંડવી લોહાણા મહાજનના હૈયામાં રંગ ઉમંગ રેલાય. સાથ છે આપ સૌનો એટલે હર્ષ બમણો થાય.


નિવેદન


પ્રિય પરિવારજનો,
જય શ્રી દરિયાલાલ.

અંતરની અટારીયેથી આપ સૌ શ્રેષ્ડીઓનું આજે સ્વાગત કરતા ગૌરવ અનુભવું છું.

વઘુ વિગત માટે
તારિખ ૧૫ જુન ૨૦૧૧

પ્રમુખ શ્રી નું ભાવાંકન

પ્રિય પરિવારજનો,

જય શ્ની દરિયાલાલ.

       અંતરની અટારીયેથી આપ સૌ શ્રેષ્ઠિઓનુ આજે સ્વાગત કરતા ગૌરવ અનુભવુ છુ.
આજ રઘુવંશી આલમના ઇતિહાસમાં એક પૃષ્ઠ સુવણાક્ષરે આલેખાય છે. ત્યારે મારા કાર્યકાળમાં પાછળ વળીને જોઉં છું તો.. ગમતાનો ગુલાલ કરીને આજ મહાજનોના મોભીઓ, જ્ઞાતિશ્રેષ્ઠીઓ, મુરબ્બીઓ, માતાઓ, અને સર્વસાથીઓ ખભેખભા મેળવી, હાથ સાથે હાથ જોડી, એકતાની અતૂટ સાંકળ રચી મારી સાથે રહ્યા પૂવઁ પમુખોની દિવ્યઆશિષ મળતા એમના આદરેલા કાર્યો પૂરા કરવાના વિચારો સળવળ્યા, કલ્પનાવૃક્ષ ફળવા લાગ્યું .કાર્યવાહક સમિતિના ઝિંદાદિલ સાથીદારો સાથે વિચારોના આદાન-પ્રદાન અને પરામશ માટે નિયમિત મળતા રહયા.વાડીનું નવિનીકરણ થયું. બાંડીયાવાળી ઘર્મશાળા, જલારામ મંદિર,દરિયાલાલ મંદિર,આશાપૂરા મંદિર(માતાસ્થાન) ના આઘુનિકરણ અને વાડીમાં સુખ સગવડોનું થઇ દાતાઓને સહયોગ માટે અપીલ કારતા દેશ-વિદેશથી કલ્પના બહારથી આર્થિક સહયોગ નો અસ્ખલિત પ્રવાહ વહ્યો.

મે તો ખોબલે માગ્યું તું ને
આપે દરિયો ઉલેચી દઈ દીઘો .


એટલે કામ કરવાની હોંશ વઘતી ગઈ. એમાં તકતી જોતાં વાડીને સો વર્ષ પુર્ણ થતાં શતાબ્દી ઉજવવાનો વિચાર આવ્યો. વાત મૂકી. સૌએ સહર્ષ સ્વીકાર કર્યો. ઉજવણી કેમ કરવી તે નક્કી કર્યુ.અપીલ તૈયાર થઈ. શહેરના જ્ઞાતિજનોને ઉજવણીની જાણ કરી સુચનો માંગ્યા. વાડીની શતાબ્દીની ઉજવણીની સ્મૃતિભેટ અને મહાપ્રસાદ ના દાતા મળ્યા.
સુવેનિયર માટે જાહેરાતો મળતી ગઈ. એમાથી યુવાનોને માંડવી લોહાણા મહાજનની વેબસાઈટનો વિચાર આવ્યો. અમલમા મૂકાયો અને વેબસાઈટ પણ કાર્યરત થઈ.
આજે માંડવી લોહાણા મહાજનની વાડીની શતાબ્દી ઉજવતાં આ અગાઉના પમુખો તે સમયના દાતાઓ અત્યારે માંડવી લોહાણા મહાજનવાડી, મહાજનના સેવાકાર્યોમાં સક્રિય એવા સૌ પ્રિયજનો, સ્વજનો, આત્મીયજનો અને એમના ગુણીજનો પ્રત્યે આદરભાવની લાગણી વ્યકત કરું છું.
અંતે આપ સૌનું શતાબ્દીની ઉજવણીમાં સાકરીયું સ્વાગત કરતા ગૌરવ અનુભવું છું. અને અંતર થી ભાવપૂર્વક સ્વાગત કરું છું. અને પ્રભુને પ્રાર્થના કરું છું.

              હે પરમપિતા

       અમારા જીવનમાં દરેક નવા પ્રસ્થાને તમારા આર્શિવાદ વડે અમારો માર્ગ હરિયાળો કરજો. અમારી સમાજસેવાની યાત્રા કેડી અજવાળજો. અમારા માર્ગનું લક્ષ્ય પણ તમે જ છો.
મહાજન કારોબારી, યુવકમંડળ, તેમજ અગાઉના કારોબારી સભ્યોનો સહકાર અવિસ્મરણીય છે.
(હરિશ શીવજી ગણાત્રા)
પ્રમુખ માંડવી લોહાણા મહાજનના
જય રઘુવંશમ.
Wait ...

મંત્રી શ્રી નો હૃદયોદગાર

પ્રિય જ્ઞાતિબંધુઓ ,

       જય જલારામ.

અથર્વવેદનું આ સૂત્ર જીવનભર યાદ રાખવા જેવું છે.

" પોતાના સુખનો હિસ્સો જો તમે સમાજ માતે નહીં આપો તો તમારે નક્કી માનવું કે ભગવાન સાથે હજુ તમારો સંબંધ સ્થપાયો જ નથી."

એ અથર્વવેદનું સૂત્ર કંઈક અંશે હૃદયસ્થ કરતાં માંડવી લોહાણા જ્ઞાતિના ઉત્કર્ષમાં જોડાવાનો વિચાર કર્યો. એકલા હાથે કામ કરવા કરતાં અન્યોની સાથે સહકારથી કાર્ય કરવું એ સૌથી શ્રેષ્ઠ છે. એટલે સમાજનું ઋણ ચુકવવા પોતાની પ્રતિભા , પરિશ્રમ અને ત્યાગથી માંડવી લોહાણા સમાજને સુખમય, પ્રગતિશીલ બનાવી રહેલા માંડવી લોહાણા સમાજના પ્રમુખ શ્રી હરિશભાઈ સાથે જોડાયો. એમના માર્ગદર્શન હેઠળ ઘણા કાર્યો થયા. આજે વાડીની શતાબ્દીએ સુવર્ણ અક્ષરે માંડવી લોહાણા સમાજના મંત્રી તરીકે લખતા આનંદ થાય છે કે માંડવી લોહાણા સમાજની સિધ્દ્વિઓ પાછળ હરિશભાઇ અને અનેક શ્રેસ્ઠીઓની વાતો લખું તો પાના ના પાના ભરાય. કઇ વ્યકતિ માટે શું લખવું ? સૌનો ઋણ સ્વીકાર કરતાં

આભાર શબ્દ ઝીલેના અમ સ્યંદનો ઋણ સ્વીકાર માટે શબ્દો હૈયે ન સ્ફરતાં નત્ત શિરે નમું છું, નત્ત શિરે વંદુ છું, આપ સૌ રઘુવંશીઓના સૌજન્ય સદભાવને

આપ સૌના હાથમાં શતાબ્દીની સ્મરણિકા અર્પણ કરતાં અત્યાધિક આનંદની લાગણી થાય છે.
મહાજનો અને જ્ઞાતિ સંસ્થાઓ સમાજ માટે શું કરી શકે તેનો જીવંત ઉદાહરણ હરિશભાઈની આગેવાની હેઠળ માંડવી લોહાણા મહાજને બેસાડયો છે.
થયું છે એનાથી અનેક ઘણું કરવાનું છે આ સંસ્થાના મંત્રી તરીકે નિખાલસતાથી અને વિનમ્ર ભાવે તમામ રઘુવંશીઓને હરઘડી હરકાર્ય માટે આપ્યો છે એવો સાથ આપવા નમ્ર નિવેદન કરું છું.
અજાણપણે થઈ ગયેલ ભૂલોને ઔદાર્યથી આપ સૌએ ક્ષમ્ય ગણી છે. વાસ્તવમાં આ વિરાટ કાર્યની જવાબદારી માત્ર થોડાજ કાર્યકરોની નહિ આપણા સૌની સહિયારી છે. તેથી આપ સૌનું હકારાત્મક વલણ અમારું મજબુત પીઠબળ બની રહ્યું છે.

સર્વ સુખાયે બાકી તો
" કર્મણ્યેવા ધિકારસ્તે મા ફલેષુ કદાચન "
આ ગીતાજ્ઞાનનો સ્વીકારજ શ્રેયકર બને.
અંતમાં
જીવન બીજું કંઈ નથી એક દિવ્ય ચેતન પ્રવાહ છે ધર્મ કર્મ સહ વહું હું એમાં , એ જ શુભ અભિલાષા છે.
Wait ...
આપનો ભવદીપ
શશીકાંત સી. ચંદે
મંત્રી માંડવી લોહાણા મહાજન
પ્રિય જ્ઞાતિબંધુઓ,
જય જલારામ.

અથર્વવેદનું આ સૂત્ર જીવનભર યાદ રાખવા જેવું છે.

વઘુ વિગત માટે
તારિખ ૧૬ જુન ૨૦૧૧

સુવેનિયર વિમોચન